top of page

એક સ્ત્રી

એક સ્ત્રી ક્યારેય નવરી નથી પડતી, થાકવાનો તો એને જાણે અધિકાર જ નથી, ક્યારેક જો એનાથી બોલાઈ જાય કે હું થાકી ગઈ છું, તો, ઠપકાઓ નો વરસાદ વરસી પડે એના પર, "બસ. . . . આટલું કામ કરી ને થાકી ગયા???" એના જીવન ની ઘડિયાળ ને લોકો ધબ્બા મારી મારી ને ચલાવે છે, આજીવન એનું આ ચક્ર ચાલતું રહે છે, અને અંત માં એક દિવસ આ ઘડિયાળ બંધ પડી જય છે, હંમેશ માટે. . . અને પછી. . . એ બધાના જીવનની ઘડિયાળ ખોરવાઈ જાય છે, જેનો પાવર એ એક જ સ્ત્રી ના હાથ માં હતો, ત્યારે એની કિંમત સમજાય છે. મિત્રો, આવો. . . એક નવી દિશા તરફ આગળ વધીએ, સ્ત્રી ને આપણું ઘડિયાળ ના માનતા, આપણે એને આપણું જીવન માનીએ, એ છે તો જ આ જગત માં સુંદરતા છે, બાકી બધું કદરૂપું છે અહીંયા... સ્ત્રીઓ ને માન સમાન આપો ભલે તે ગમે તે હોય.! 

- જૈમીની ભુત

bottom of page