top of page

ગીતા એટલે શું ?

  • Writer: Bhut Jaimini
    Bhut Jaimini
  • Mar 18, 2021
  • 2 min read

ગીતા એટલે શું?

ગીતા એટલે ભગવાન શ્રીકૃષ્ણ ની વાંસળી માંથી નીકળેલુ મધુર સંગીત એટલે ગીતા.


આપણે એક મહાનગ્રંથની વિચારધારા સમજવાની શરૂઆત કરીએ છીએ. આ ગ્રંથની મહતા વિષે કોઈ શંકા નથી. વૈશ્વિક કાર્યને માટે ઈશશક્તિએ આ ગ્રંથ નુ ગાન કર્યું છે. તત્વજ્ઞાનની ઉચચ વિચારણા જેવી આગ્રંથમા જોવા મળે છે, તેવી બીજી કોઈ ઠેકાણે જોવા મળતી નથી.


દેશ વિદેશ ના રાજકારણી, તત્વજ્ઞ, આત્મજ્ઞ, આત્માનુવીભુતીવાળા કર્મરત, જ્ઞાની અને ભાવભક્તિ થી ભરેલા માણસોને ગીતાગ્રંથમાં જેટલું તરવું હોઈ તેટલું તરી શકે એવો, ટૂંકમાં બધી કક્ષાના લોકોને માન્ય થાય તેવો આ ગ્રંથ છે. ગીતાગ્રંથ, વિશ્વના સર્જનહાર, અવતાર એવા ભગવાન ગોપાલકૃષ્ણે ગાયો છે. તેથી સમગ્ર માનવ જાતિને માટે આ ગ્રંથ કહેવામા આવ્યો છે. ગીતાગ્રંથ એટલે મહાન ગ્રંથ હોવા છતા તેની ભાષા સાદી, સરળ, સેહલી, રોચક રસાળ અને પ્રસાદીક છે. ગીતા ના કોઈ પણ અધ્યાય ગાઓ તો ગાતા ગાતા તેની પ્રસાદીકતા અનુભવવા મળશે.



कुरुक्षेत्रं गमिष्यामि कुरुक्षेत्र वसाम्यहम्।

य एवं सततं ब्रूयात् सर्वपापै: प्रमुच्यते।।



“હું કુરુક્ષેત્ર જઇશ અથવા હું કુરુક્ષેત્રમા રહીશ” એવું જો કોઈ સતત બોલે તો તે બધા પાપોમાંથી મુક્ત થાય છે. કુરુક્ષેત્રનુ ધર્મ ક્ષેત્ર તરીકે વિશેષ મહત્વ છે. તે પવિત્ર અને પાવક તીર્થ છે.


આપણું શરીર પણ એક કુરુક્ષેત્ર છે. આપણે ઉઠયા કે કુરુ શરુ થાય છે, તે આંખ મીંચીએ ત્યાં સુધી કુરુ જ ચાલે છે. प्राप्येमां कर्मभूमि न चरति मनुजो यस्तपोमंदभाग्यः। આ કર્મભૂમિ પ્રાપ્ત થયા પછી ભગવાનને લોભાવે એવું પ્રભાવી અને તેજસ્વી કર્મ ન કરે, સિંહ જેવી ગર્જના ન કરે અને ગરુડ જેવો કુદકો ન મારે તો માનવ જીવન વ્યર્થ છે.


અને છેવટે હું એટલુંજ કઈશ ગ્રંથનો કા તો ગ્રંથકર્તાનો પરિચય આપનાર માણસ જો એ બંને કરતા મોટો હોય તો સુયોગ્ય પ્રસ્તાવના લખી શકે અને આપણને તેમની સાચી ઓળખાણ આપી શકે. ભગવાન યોગેશ્વર ના સ્વમુખમાંથી ગવાયેલુ આ ગીતામૃત અને તેને સરળ કરીને આપણી સામે મુકનાર (પરમપૂજનીય દાદાજી) આ બંનેના બારામાં પ્રસ્તાવના લખી તેમનો પરિચય આપવાનુ દુસાહસ કરવું નરી બાલીશતા છે. આ બંને અગાત અને અથાગ છે. તેથી તેમની પ્રસ્તાવના ન લખતા તેમને પ્રેમથી ભાવવંદના કરવી એજ આપના માટે શોભાશ્પદ છે.

 
 
 

Comments


bottom of page